આ કાર્યક્રમ અંતર્ગત 'PC-PNDT 1994 થીમ આધારિત આઈ.સી.ડી.એસ. કચેરીના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો માટે બોરસદ મામલતદાર કચેરી, મીટીંગ હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહિલા અને બાળ અધિકારીની કચેરી-આણંદ તથા આઈ.સી.ડી.એસ. ના સંયુક્ત ઉપક્રમે "સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન" દ્વારા ૧૦ દિવસીય જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે તા. ૧૨ મી સપ્ટેમ્બર સુધી ચાલશે.