રાજ્યપાલે જળાશયનું નિરીક્ષણ કરી તેની હાલની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓ પાસેથી પાણીની ઉપલબ્ધતા, સિંચાઈ તથા પીવાના પાણી માટેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુક્તેશ્વર ડેમ વડગામ તાલુકાની સૌથી મોટી જળાશય યોજના છે. આ જળાશય યોજના થકી બનાસકાંઠા અને મહેસાણા તાલુકાના ૩૧ થી વધુ ગામોને સિંચાઈનો લાભ આપવામાં આવે છે.જળાશય ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાતા સંપૂર્ણ વરસાદી પાણી ભરાયું છે