ભુજ : તાલુકાના માનકૂવા ગામે શાકભાજી માર્કેટ પાસે વૃદ્ધ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદી પ્રેમજીભાઈ માવજીભાઈ સથવારાએ આ બાબતે પપ્પુ રામજી સથવારા, સુનિલ પપ્પુ સથવારા અને રાહુલ પપ્પુ સથવારા સામે ગુનો દાખલ કરાવ્યો છે. આરોપીઓએ ફરિયાદી અને તેના દીકરા પ્રવીણ સાથે ઝઘડો કરી છરી મારી લોખંડની પાઈપ ફટકારી લોખંડની પાઈપ ઈજા પહોંચાડી હતી. જે અંગે માનકૂવા પોલીસમાં ગુનો દાખલ કરાયો છે.