ગોધરાના બ્રાહ્મણ પંચની વાડી ખાતે સામવેદી શ્રાવણીનો મહોત્સવ ઉજવાયો. ભાદરવા સુદ બીજે સામવેદી બ્રાહ્મણો માટે વિશેષ મહત્વ ધરાવતા શ્રાવણી ઉપાકર્મ અંતર્ગત યજ્ઞોપવિત ધારણ, ઋષિતર્પણ, ગાયત્રી જપ તથા વેદાધ્યયનનો સંકલ્પ લેવાયો. વૈદિક મંત્રોચ્ચાર સાથે શરૂઆત થયા બાદ મોટી સંખ્યામાં સામવેદી બ્રાહ્મણોએ એકસાથે જનોઈ બદલી. સામગાનના મંત્રોચ્ચારથી ધાર્મિક વાતાવરણ ગુંજી ઉઠ્યું. ઉપસ્થિતોને વિધિનું માર્ગદર્શન આપવામાં આવ્યું.