જૂનાગઢ જિલ્લામાં 15 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે.જૂનાગઢ શહેર અને જીલ્લામાં ક્યાંક છુટાછવાયા તો ક્યાંક હળવા વરસાદી ઝાંપટાં પડ્યા હતા.ધીમીધારે વરસતાં વરસાદથી વાતાવરણમાં ઠંડક, ખેતી પાકોને ફાયદો,સવારથી સાંજ સુધીમાં જીલ્લામાં સૌથી વધુ માણાવદર અને માળીયામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત પર એક ઈંચ અને જૂનાગઢ શહેરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.વંથલી, ભેંસાણ, કેશોદ અને માંગરોળમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.