ગાંધીનગરના ક્રાઇમ બ્રાંચ-II દ્વારા પેરોલ ફ્લો સ્કોડની સફળ કામગીરી સામે આવી છે. પોકસો ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પાટડી ખાતેથી રાકેશભાઈ રામાભાઈ પરમારને ઝડપી પાડવામાં આવ્યો છે.અમે આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરી, બાતમીઓથી માહિતી મેળવીને કોમ્બીંગ ઝુંબેશ હાથ ધરી હતી. આ આરોપીને કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.