પાલનપુર નગરપાલિકા દ્વારા પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂંડોના વધેલા ત્રાસના કારણે ભૂંડ પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે નગરપાલિકાના સૂત્રોએ સોમવારે સાંજે 7:00 કલાકે જણાવ્યું હતું કે વિવિધ વિસ્તારોમાં ભૂંડોના વધેલા ત્રાસ અને મળેલી રજૂઆતો બાદ ભૂંડ પકડવાની કામગીરી શરૂ કરાઈ છે જોકે ભૂંડ પકડતી ટીમના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.