મોડાસાના સરડોઈ ગામમાં આવેલ ઐતિહાસિક હન્ટર તળાવ ૩૫ વર્ષ બાદ ફરી પાણીથી છલકાયું છે.ગામના પૂર્વ સરપંચ તથા હાલના સરપંચના પતિ જયદત્તસિંહ પુવારના પ્રયત્નોથી તળાવનું કેચમેન્ટ એરિયા સાફ કરવામાં આવ્યું હતું. જેના કારણે તળાવ પૂરેપૂરું ભરાતા જયદતસિંહ પુવારે સોસીયલ મીડિયામાં નિવેદનનો વિડીયો વાયરલ કરી જાણકારી આપી હતી.