પંચમહાલ જીલ્લામાં બે દિવસના વિરામ બાદ બુધવારની સાંજે પવન સાથે ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ હતી,જેને લઈને બુધવારની રાત્રિ દરમ્યાન અને ગુરુવારે દિવસ દરમ્યાન પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો,જેને પગલે શહેરા તાલુકામાં ગુરુવારની સવારના 8 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 42 mm એટલે કે 1.68 ઇંચ વરસાદ નોંધાયો હતો.