પાલનપુર શહેરના વિવિધ રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓના વિડીયો બનાવીને પાલનપુર શહેરના જાગૃત નાગરિક રવિ સોનીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે એક તરફ ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે તો બીજી તરફ રોડ પર પડેલા ખાડાઓના કારણે પગપાળા જાતા ભાવિક ભક્તોને તકલીફો પડતી હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં જાગૃત નાગરિક દ્વારા આજે સોમવારે સાંજે 5:30 કલાક આસપાસ વાયરલ કર્યા છે.