એલસીબી ઝોન વન ની ટીમે મળેલ માહિતીના આધારે પુણાગામ વિસ્તારમાં આવેલા કૃષ્ણા નગર ખાતે પ્લોટ નંબર 119 માં છાપો માર્યો હતો. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગને સાથે રાખી અહીં છાપો મારવામાં આવતા શંકાસ્પદ 315 કિલો પનીર નો નકલી જથ્થો મળી આવ્યો હતો. જ્યાંથી પંકજ ભુતની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછ માં આ જથ્થો નકલી હોવાનું સામે આવ્યું હતું.પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે પનીરના સેમ્પલો લઈ પૃથ્થકરણ માટે લેબ ખાતે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.