નિઝર તાલુકાના કેસરપાડા ચોકી ની સીમમાં અકસ્માત થતા એક નું મોત જ્યારે એકને સારવાર અર્થે ખસેડાયા.તાપી જિલ્લાના નિઝર પોલીસ મથક ખાતેથી ગુરુવાર ના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ કેસરપાડા ચોકી નજીક બાઈક પર જતા બે ઈસમોને કાર ચાલકે અડફેટે લઈ અકસ્માત કર્યો હતો.જેમાં સતીશ નાઈક નું મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય ઈસમ સુનિલ નાઈક ને ઈજા પોહચતા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.બનાવને લઈ પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.