દેશની અખંડ એકતાના પ્રતીક એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ નીકળેલી "સરદાર સન્માન યાત્રા" આજે ગોધરા આવી પહોંચી હતી. બારડોલીથી સોમનાથ સુધીની આ યાત્રાનું ગોન્દ્રા સર્કલ નજીક મુસ્લિમ સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પુષ્પહાર પહેરાવી યાત્રાનું સ્વાગત કર્યું હતું અને દેશની એકતા તથા ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સરદાર પટેલ અમર રહોના