અમદાવાદના ખોખરા-મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ભણતા વિધાર્થી નયન સંતાણીની હત્યાના વિરોધમાં ગાંધીધામ સિંધી સમાજ, વેપારી મંડળ અને ભારતીય સિંધુ સભા દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ,નયનની હત્યા અન્ય વિધાર્થીઓ અને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી હતી.આ ઘટનાની સખત નિંદા કરીને સમાજે તમામ દોષિતોને ઝડપી પાડીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.