ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આંતર ઝોનલ વોલીબોલ (બહેનો) ની સ્પર્ધા નું આયોજન અને યુનિવર્સિટી ટીમનું સિલેક્શન એસ વી આઈ ટી ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં જીટીયુના પાંચે ઝોનની પ્રથમ અને દ્વિતીય ટીમોએ ભાગ લીધો હતો. આમ આ અંતર ઝોનલ સ્પર્ધામાં કુલ ૧૦ ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધા ની ફાઈનલ મેચમાં LDCE,અમદાવાદની ટીમે ખૂબ જ સંઘર્ષ પણ રમતની અંતે ૨-૧ થી SDPC,Kim-Surat ની ટીમને હરાવી ચેમ્પિયનશિપ મેળવી હતી.