વિજાપુર ટીબી રોડ ઉપર આવેલ સુર્યકેતું કોમ્પલેક્ષ માં આવેલ ગજાનંદ સ્ક્રેપ ટ્રેડર્સની દુકાનના ગોડાઉનમાં ખેડૂતો પાસેથી ખરીદેલ સ્ક્રેપ કેબલ વાયર 1539 ફૂટ અને 40 કિલો કેબલ જોઇન્ટ રૂપિયા 2,77,608/- કોઈ અજાણ્યા ઈસમો બુધવારે ચોરીને લઇ ગયા હોવાની ફરીયાદ રાકેશ પટેલે નવરાત્રી ના કારણે વ્યસ્ત હોવાથી મોડી ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ રવિવારે બપોરે બે કલાકે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.