સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે બાતમીના આધારે ચોટીલા હાઈવે પર આવેલી જોલી એન્જોય હોટેલ પાસેથી ટ્રકમાં થી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ તેમજ ટ્રક સહિત રૂપિયા 1376520 ના મુદ્દામાલ સાથે ડ્રાઈવર ને ઝડપી લઇ ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.