હાલોલ ટાઉન પોલીસે આજે મંગળવારે બપોરે 1:00 થી 2:30 વાગ્યાના સમયગાળા દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે 1ઇસમને ઝડપી પાડ્યો હતો. જેમાં હાલોલ નો પ્રખ્યાત બુટલેગર સિદ્ધાર્થ રાણા વિદેશી દારૂની હેરાફેરી કરવા બાઈક પર આવનાર છે તેવી બાતમી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સ્ટેશન રોડ ખાતેથી બર્ગમેન સ્કૂટર લઈને આવેલા હરીચંદ્ર સોનાજી બોરાવરને ઝડપી પાડ્યો હતો. જોકે મુખ્ય બુટલેગર સિદ્ધાર્થ રાણા પોતાની બાઈક મૂકી ફરાર થઈ ગયો હતો.