હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યના ભારે વરસાદની આગાહી તેમજ અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમને લઈને દરિયામાં પણ ભારે કરંટ અને મોજા ઉછળવાની શકયતા હોવાથી પોરબંદરના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.