જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન અને પ્રાંત અધિકારી ઉનાની સૂચના અનુસાર ગીર ગઢડા તાલુકાના ગીર ગઢડા ગામના સ.નં.૪૭/પૈકી ૧/પૈકી ૬ની સરકારી જમીનમાં બીન અધિકૃત રીતે થયેલી ખેતી વિષયક દબાણોનાં કેસો અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે.વહીવટી તંત્ર દ્વારા દબાણકર્તા સામે કાર્યવાહી કરાતાં આજરોજ કુલ 5 દબાણદારોનાં દબાણ હટાવી 1.35 કરોડની જમીન ખુલ્લી કરાઈ છે.