સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચોરીના મોબાઈલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ રાત્રિ દરમિયાન ઘરની બહાર સૂતા લોકો અને રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચઢતા-ઉતરતા મુસાફરોની નજર ચૂકવીને મોબાઈલ ચોરી કરતા હતા. પોલીસે તેમની પાસેથી રૂપિયા ૩૪,૦૦૦ ની કિંમતના ૪ મોબાઈલ ફોન કબજે કર્યા છે.વેડ રોડ ખાતેથી તરુણ ઉર્ફે હરિયાણા સુરેશ રંગા અને રમેશ હરીશભાઈ પુરોહિત નામના બે આરોપીઓને પકડવામાં આવ્યા છે.