વિશ્વવિખ્યાત તરણેતરના મેળામાં પારંપરિક વાદ્યો –ગાયનની કળાને પ્રોત્સાહન આપવાના હેતુથી દુહા, છંદ, વિવિધ વાદ્ય, રાસ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દુહા છંદ સ્પર્ધાના યુવા સ્પર્ધક શ્રી મયુરભાઇ બારોટે જણાવ્યું હતું કે, તરણેતરના મેળામાં સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરનારા માધ્યમો દુહા, છંદ સહિત વિવિધ વાદ્યથી લોકોને અવગત કરાવવામાં આવે છે. આ મેળામાં આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લેવા ખાનગી કંપનીમાં રજા મૂકીને આવે છે