અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ માંથી અપહરણ કરાયેલા ત્રણ વર્ષના બાળકની લાશ મુંબઈ સ્થિત થાણે ખાતે આવેલ ટ્રેનમાંથી મળી આવી હતી.બાળક ની માસી બહેનના ત્યાં અમરોલી ખાતે આવી હતી.જેની સાથે આવેલો માસી નો દીકરો વિકાસ શાહ માસુમ બાળકને પોતાની જોડે લઈ ગયો હતો. જે બાદ મોટર સાયકલ પર લિફ્ટ માંગી બાળકનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. દરમિયાન બાળકની ભારે શોધખોળ બાદ કોઈ પત્તો નહીં લાગતા અમરોલી પોલીસ મથકમાં જાણ કરાઈ હતી.બાળક મૃત અવસ્થામાં થાણે થી ટ્રેનમાંથી મળી આવ્યું હતુ.