ભાવનગર સહિતા ત્રણ જિલ્લાની સૌથી મોટી સર તખતસિંહજી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવે છે. ત્યારે ડાયાલિસિસ સહિતના દર્દીઓને પડતી મુશ્કેલી અંગે સર્ટી હોસ્પિટલ ખાતે કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનોએ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમજ દર્દીઓને પડતી મુશ્કેલી અંગે સમીક્ષા કરી હતી. આ મામલે હોસ્પિટલ તંત્ર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી.