જેસર પંથકમાં ધોધમાર વરસાદના પગલે નદીનાળાઓ બે કાંઠે જોવા મળ્યા હતા જેમાં ઉગલવાણ થી ખુટવડા ગામને જોડતા રોડમાં ધોવાણ થયું હતું જેને લઈને મોટા વાહન ચાલકોને હાલાકી પડતી હતી જેનો અહેવાલ પબ્લીક ન્યુઝમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો આ અહેવાલ પ્રસિદ્ધ કરાતા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે જેને લઇને લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે