આજે તારીખ 12/09/2025 શુક્રવારના રોજ બપોરે 2 કલાકે કામગીરી હાથ ધરી.જવાબદાર રોડ અધિકારીઓની બે દરકારી સામે ઝાલોદ પોલીસ સહાયક ભૂમિકામા.ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેક પોસ્ટ ખાતે મસ મોટા ખાડા પડી ગયેલ છે જેથી આવતા જતા વાહન ચાલકોને ભારી હાલાકીઓ વેઠવી પડે છે અનેક વાર આ મોટા ખાડાઓને લઈ વાહનચાલકોને અકસ્માતનો સામનો કરવો પડેલ છે. ઝાલોદ તાલુકામા આવેલ ધાવડીયા ચેક પોસ્ટ એ રાજસ્થાન અને ગુજરાતને જોડતો મુખ્ય રસ્તો છે.