સાયલા તાલુકાના સામત પર ગામથી સેજકપર ગામ તરફ જતા કાચા સીમ રસ્તે રાતડું તળાવના કાંઠે ખરાબાની જમીનમાં સુરેશભાઈ સાદુળભાઈ દેકાવાડિયા દેશી દારૂ બનાવતા હોવાની બાતમી મળી હતી. આ બાબતે સાયલા પોલીસે રેડ કરતા ખરાબાની જમીનમાં કોઈ શખસ મળી આવ્યો ન હતો.પોલીસે વધુ તપાસ કરતા જોઈન્ટ કરેલા બે સફેદ કલરના પ્લાસ્ટિકના બેરલમાં 400 લીટર દેશી દારૂનો આથો કિંમત રૂ. 10,000નો મળી આવ્યો હતો. દેશી દારૂનો આથો હેરફેર કરી શકાય ન હોવાને કારણે સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો.