વડોદરા : શહેરના જૂનીગઢી પાસે આવેલા ભદ્ર કચેરીની રોડ સાઈડની દીવાલ ધરાશાયી થતા માનસિક રીતે અસ્વસ્થ મહિલાનું મોત થયું હતું. મોટો અવાજ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.જ્યારે બે જેટલા વાહનોને પણ નુકસાન થયું હતું.બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચી આગળની કાર્યવાહી હાથધરી હતી.જ્યારે આ અકસ્માતને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.નોંધનીય છે કે આ કચેરીમાં એક તરફ જૂની તાલુકા પોલીસ મથક અને બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ આવેલી છે.