તા. 13/09/2025, શનિવારે સવારે 11 વાગે મળેલી માહિતી અનુસાર આજરોજ ધોળકા ખાતે અટલ સરોવર પાસે આવેલી PM શ્રી કન્યા શાળા નંબર - 1 ની ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ મુલાકાત લીધી હતી અને બાળકો સાથે ભોજન પણ લીધું હતું. આ પ્રસંગે તેમની સાથે શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દીપકભાઈ પારેખ, BRC વિક્રમસિંહ પરમાર, CRC લક્ષધિરસિંહ પઢેરિયા, શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.