મંગળવારના 1 કલાકે કરાયેલા સ્થળ નિરીક્ષણ ની વિગત મુજબ વલસાડના ઔરંગા નદી કિનારે બપોર બાદ ગૌરી વિસર્જન શરૂ થઈ ગયા છે. ત્યારે તૈયારીના ભાગરૂપે વલસાડ જિલ્લા એસડીએમ અધિકારી દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.તંત્ર દ્વારા કરાયેલી તૈયારી બાબતે વિગતવાર માહિતી મેળવી વિવિધ સૂચનો કર્યા હતા.