રાજકોટ: રાજ્યભરમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે જ્યાં સમગ્ર ગુજરાતમાં સરેરાશ વરસાદ 75%થી વધુ નોંધાયો છે, ત્યાં રાજકોટ શહેર અને જિલ્લામાં હજુ પણ મેઘમહેરની પ્રતીક્ષા થઈ રહી છે. આ વર્ષે સરેરાશ દસ વર્ષની સરખામણીએ રાજકોટ જિલ્લામાં માત્ર 55% જેટલો જ વરસાદ નોંધાયો છે, જે અન્ય વર્ષોની સરખામણીએ 50%થી પણ ઓછો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લામાં સરેરાશ 2 થી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.