જૂનાગઢના બીલખામાં દારૂ પી ઘરે તોફાન કરતા શખ્સની પોલીસે અટકાયત કરી લોકઅપમાં મોકલી આપ્યો હતો. બીલખા નીચલાપરા વિસ્તારમાં રહેતા સંજય ચિનુભાઈ સોલંકીએ પોલીસ સ્ટેશન પર પહોંચી તેનો ભાઈ દીપક ઘરે દારૂ પી તોફાન કરતો હોવાની જાણ કરી હતી. જેના પગલે પોલીસે રાત્રે સ્થળ પર દોડી જઈ તપાસ કરતા ૩૭ વર્ષીય દિપક ચિનુભાઈને કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા તેની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પીધેલીયા ભાઈને પકડી લઈ જતા પરિવારજનોએ રાહત અનુભવી હતી.