થરાદ તાલુકા એક ગામમાં એક મહિલા સાથે છેડછાડ અને મારપીટનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સીમમાં ખેતરમાં ઢોર કાઢવા ગયેલી મહિલા સાથે ગામના એ અશોભનીય વર્તન કર્યું હતું.શખ્સોએ મહિલા સાથે અશ્લીલ હરકતો કરી અને તેનો વિરોધ થતાં મારપીટ કરી હતી. ઘટના સમયે હાજર એક શખ્સે એ પણ પીડિતાને મદદ કરવાને બદલે તેની સાથે મારપીટ કરી હતી. બંને આરોપીઓએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.