સુરત સાયબર સ્લેવરી ઇન્ટરનેશનલ કૌભાંડ મામલે વધુ એક ભોગ બનનાર પોલીસ સામે આવ્યો છે.ભોગ બનનારે આપવીતી જણાવી છે.ભોગ બનનારે જણાવ્યું કે,હું પ્રીત નામના એજન્ટ થકી થાઈલેન્ડ થી બેંગકોક ગયો હતો.જ્યાં 30 હજાર સેલેરી આપવાની વાત કરી હતી.બેંગકોક થી યુવકને અલગ અલગ વાહનો માં બેસાડી લઈ ગયા હતા.ત્યારબાદ પહાડ ઉતાર ચઢાવ કરાવી મ્યાનમાર નદી ક્રોસ કરાવી લઈ ગયા હતા.જ્યાં સાયબર ફ્રોડ કરાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતીં.મ્યાનમારમાં ફિલિપાઈન્સ ચીન યુપી સહિતના લોકો હતા.