ગઈકાલે રાત્રીના સમયે કોઈ ડમ્પર ચાલકની બેદરકારીના લીધે આખા રોડ પર કપચી વેરાતા નાના વાહનો અને અંબાજી જતાં પદયાત્રીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રોડ પર કપચી હોવાથી નાના વાહનો સ્લીપ થવાનો જ્યારે પદયાત્રીઓને ચાલવામાં તકલીફ આવી છે. આ રોડ પર અનેકવાર આવા બનાવો બનતા હોય છે ત્યારે અંબાજી મેળો હોય યાત્રિકોની સુરક્ષા માટે કપચી હટાવવા માંગ ઉઠી છે.