થરાદ તાલુકાના કરબુણ ગામે ગત રાત્રે અરસા 11થી 12 વાગ્યાની વચ્ચે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ દુકાનમાં રહેલ તમામ કરિયાણાની સામગ્રી આગમાં બળી ખાખ થઈ ગઈ છે. દુકાનમાલિક પીન્ટુભાઈ રઘનાથભાઈ ભીલ દ્વારા જણાવ્યા મુજબ આશરે 30 થી 40 હજાર રૂપિયાની માલ મતાને નુકસાન પહોંચ્યો હતું