ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે મુસાફરોની સુવિધા માટે અમદાવાદ-પાટણ રૂટ પર એસી વોલ્વો બસ સેવા શરૂ કરી છે. આ સેવા અમદાવાદ ગીતામંદિરથી મહેસાણા, ચાણસ્મા થઈને પાટણ સુધી ઉપલબ્ધ રહેશે.નવી બસ સેવા અંતર્ગત, અમદાવાદથી દરરોજ સવારે 6 વાગ્યે બસ ઉપડશે. પાટણથી પરત અમદાવાદ તરફની બસ સવારે 10થી 11 વાગ્યાના સમયગાળામાં પ્રસ્થાન કરશે. પાટણ તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી