અરવલ્લી જિલ્લામાં સતત વરસતા વરસાદી માહોલ વચ્ચે ભિલોડા શહેરમાં એક અકસ્માત સર્જાયો હતો.શહેરના ગોવિદનગર નટવાસ વિસ્તારમાં એક ઘરની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. દીવાલ સાથે પતરા પણ પડી જતા મોટું નુકસાન થયું હતું.જોકે સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.સ્થાનિક લોકોની હાજરીમાં તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ હતી.