વડોદરા : શહેરમાં લોકો ટ્રાફિક નિયમનનું પાલન કરે તે માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.ત્યારે આજરોજ શહેર પોલીસ કમિશનરે જય અંબે વિદ્યાલયમાં સ્કૂલ વર્ધિ વાહનોની મુલાકાત લીધી હતી.વાહનોમાં RTOના નિયમોનું પાલન થાય છે કે કેમ તેની સમીક્ષા કરી ચાલકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, સાથે જ ચાલકો, સ્કૂલ મેનેજમેન્ટ ,વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને જરૂરી ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન પૂરું પાડી પાલન કરવા સૂચના પણ આપી હતી.