મીઠાઇ લેતા પહેલા ચેતી જજો! રાજકોટ પુષ્કરધામ મેઈન રોડ પર આવેલ U-freshની શોપમાંથી ખરીદેલ મીઠાઈમાં જીવાત નીકળી, વિડીયો વાયરલ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે મીઠાઇમાંથી જીવાત નીકળતી હોય તેવો વાયરલ વિડીયો સામે આવ્યો છે. રાજકોટ શહેર પુષ્કરધામ મેઈન રોડ પર આવેલ U-freshની શોપ માંથી ગ્રાહકે ખરીદેલ મીઠાઈમાંથી જીવાત નીકળી હતી, ગ્રાહકે દુકાનદારનો ઉધડો લીધો હતો.