મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની છબિનું અનાવરણ કર્યું હતું. વિધાનસભા સંકુલના પ્રથમ માળે આવેલા પોડિયમમાં દિવંગત રાષ્ટ્રીય નેતાઓ અને વિધાનસભાના દિવંગત પૂર્વ અધ્યક્ષશ્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીશ્રીઓ સહિતના દિવંગત અગ્રણીઓની તસવીર મૂકવાની અને તેમની જન્મતિથિ તથા પુણ્યતિથિએ અંજલી આપવાની પ્રણાલી પ્રસ્થાપિત થયેલી છે.