માલપુર થી અંબાવા જતાં માર્ગ પર ગળનાળા નું કામ ચાલુ હોવાથી બનાવાયેલ ડાયવર્ઝન હાલ બિસ્માર હાલતમાં પહોંચી ગયું છે. રસ્તાની ખરાબ પરિસ્થિતિને કારણે વાહનચાલકો, શાળાના બાળકો સહિત રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અંબાવાના પૂર્વ સરપંચ લક્ષ્મિભાઈએ આજે સાંજે નિવેદન આપતાં જણાવ્યું કે રસ્તાની હાલત તાત્કાલિક સુધારવી જરૂરી છે,નહિંતર દૈનિક જીવન પર ગંભીર અસર થશે.