ગોધરાના સરદારનગર ખંડ ખાતે ભાજપ મહિલા મોરચાએ કોંગ્રેસ અને આરજેડી નેતાઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વ. માતૃશ્રી અંગે કરાયેલી અભદ્ર ટિપ્પણી સામે વિરોધ પ્રદર્શન યોજ્યું. મહિલા કાર્યકરો અને નેત્રીઓએ આક્રોશ વ્યક્ત કરી અને આવા નિવેદન કરનારાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માગણી કરી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન માત્ર વ્યક્તિ નહીં પરંતુ દેશની શ્રદ્ધાનો પ્રતિક છે, તેથી તેમના પરિવાર અંગે અપમાનજનક શબ્દો સમગ્ર જનભાવનાને ઠેસ પહોંચાડે છે.