બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના માંગરોળ ગામમાં પાંચ એકર જમીનમાં શેણલ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઇ પટેલે શેણલ વનની શુભેચ્છા મુલાકાત લીધી હતી.વન વિભાગ, ગુજરાતના માર્ગદર્શન હેઠળ આ વન થરાદ પંથક અને બનાસકાંઠા જિલ્લાનું નવું પર્યટન સ્થળ બન્યું છે. આ વનમાં પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. તેમાં બાળ કુટિર, ધ્યાન કુટિર અને રમતગમતના સાધનોનો સમાવેશ થાય છે.