શામળાજી શ્રી કલજીભાઈ આર.કટારા આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થી પરિષદની રચના કરવામાં આવી.કોલેજના પ્રિન્સિપાલ ડૉ.અજય કે.પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ.નીતિન રેંટિયા અને ડૉ.સમીર પટેલે સમગ્ર આયોજન કર્યું.કાર્યક્રમમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને કુલ 69 જેટલી કમિટીઓ રચાઈ હતી.પસંદગીમાં B.A.સેમ-5ના વરસાત દીક્ષિત એન.ને G.S.અને નિનામા રવિનાબેન ડી.ને L.R.તરીકે પસંદ કરવામાં આવ્યા.પ્રિન્સિપાલ ડૉ.અજય કે.પટેલ અને ટ્રસ્ટી દિલીપભાઈ કટારાએ વિજેતાઓને શુભેચ્છા પાઠવી.