બીલીમોરાની મેંગુશી હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક ધારાસભ્ય નરેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ. બેઠક દરમિયાન હોસ્પિટલમાં આવતા દર્દીઓને વધુ સારી સારવાર, સુવિધાઓ અને સગવડો ઉપલબ્ધ થાય તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્યએ દર્દીઓની સુખાકારીને ધ્યાનમાં રાખી હોસ્પિટલ વ્યવસ્થાને વધુ સશક્ત અને જનહિતકારી બનાવવા માટે જરૂરી સૂચનો રજૂ કર્યા તથા રાજ્ય સરકાર સતત આરોગ્ય સુવિધા સુધારવા માટે પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું.