આજે તારીખ 26 ઓગસ્ટ સાંજના 6 કલાકે ઉમરાળા ચોગઠ રોડ પર રતનપર ગામ પાસે ટ્રક ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડ નીચે ઉતરી ગયો હતો સદ નસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી ટ્રક ઊંધો પડી ગયેલો જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.