ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે હેતુથી વિવિધ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ટાગોર રોડથી રોટરી ભવન સહિતના પાંચ નાળા બોક્સ કલ્વર્ટ કરવા માટે તૈયારી કરવામાં આવી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. આ અંગે અંદાજે ૪.૨૦ કરોડના ટેન્ડર પણ બહાર પાડી દેવાયા છે. કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર મેહુલ દેસાઈ તથા સંજયકુમાર રામાનુજ સાથે મનપાની ટીમ દ્વારા વિવિધ લોકોપયોગી આયોજનો કરવામાં આવી રહ્યા છે.