પાટણ ચાણસ્મા હાઇવે માર્ગ ઉપર જીઈબી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું હતું.પરંતુ જાળવણીના અભાવે આ શૌચાલય હાલમાં ખંડિત હાલતમાં છે.જેના કારણે લોકોને શૌચક્રિયામાં ભારે તકલીફ પડે છે.સ્થાનિકોએ શૌચાલયબે તાલા મારી દઈ મૂતરડીને પતરાં મારી દીધો છે.જે મામલે સ્થાનિકોએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે.