ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં પવિત્ર સરસ્વતી નદીમાં ઋષિપંચમીના રોજ મહિલાઓએ શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓએ સપ્તઋષિની પૂજા તેમજ પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.ઉપરવાસમાં ભારે વરસાદ થતાં સરસ્વતી નદીમાં પાણીની આવક થતાં સરસ્વતી ડેમમાં પાણી છોડાતા સિદ્ધપુરમાં ઋષિપંચમી પર્વની ઉજવણી મહિલાઓ દ્વારા કરાઈ હતી. પવિત્ર સરસ્વતી નદીમાં શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલ હજારો મહિલાઓએ સ્નાન કરી સપ્તઋષિની પૂજા કરી ઉપવાસ કર્યો